કાનાનો હેતે સ્વાગત ગરબો
કાનાનો હેતે સ્વાગત ગરબો
કાનાનો હેતે સ્વાગત ગરબો
( હેતભરેલા હૈયાના ભાવો )
"꧁༒ ••° 👁 °••༒꧂
દોહા :-
હે.. જી..
મંગલ ઘડી શુભ મુર્હુતની, જયારે અવતરે કાન મથુરા મહીં
ગોકુલ ઝૂલે જુવો વ્હાલો પારણે, ખાશે રોજ ઈ માખણ મહીં. "
કાનાનો હેતે સ્વાગત ગરબો
"꧁༒ ••° °••༒꧂
હે કાન આવ્યા ધરી અવતાર રે..
તવ દર્શન કરવા સહુ માંગે રે...
હે તમે ભક્તોની ભીડ ભાંગનાર.
જગ સુવે ને હરિ આ જાગે રે.. ધ્રુવ
હે કાન સોનાના હિંડોળે હિંચતા
ઈ તો પગ ન ભોય માંડે રે..
હે તારા ચરણ સ્પર્શને કાજ
ધરા બેચેન બની આજે રે.
તમે ભક્તોની ભીડ ભાંગનાર.
જગ સુવે ને હરિ આ જાગે રે..
સવર્ગલોકથી પધારે દેવ દેવીઓ
મુખ નીરખી ધન્ય થવા માંગે રે
કૈલાશથી પધારે ભોળાનાથ રે
બાવો જોઈ નાર સહુ ભાગે રે..
તમે ભક્તોની ભીડ ભાંગનાર.
જગ સુવે ને હરિ આ જાગે રે..
હે ઝૂલો ઝૂલો પ્રભુ ઝુલાવે નંદબાવા
મા જશોદા હાલા ગાવે રે..
તવ પગલે પાવન બન્યું જગ આજ,
પરમ કૃપા તમારી 'રાજ" માંગે રે.
હે કાન આવ્યા ધરી અવતાર રે..
તવ દર્શન કરવા સહુ માંગે રે...
હે તમે ભક્તોની ભીડ ભાંગનાર.
જગ સુવે ને હરિ આ જાગે રે
છંદ -----
----------
હે... ચંદ્રવરણી ચંદન જેવી, મૃગનયની મલકતી રાસ રમે
મુજ હ્નદય સમીપે રસ ભરેલી, મારી રૂડી ને રંગીલી રાસ રમે
હે... ઢોલ, મંજીરા બાજે , છનનનન પાયલ આ મીઠો રણકાર કરે.
હેત છલકતી, કામણ કરતી, ગોરી મોરલી બનીને થનગાટ કરે..
