STORYMIRROR

Aniruddhsinh Zala

Abstract Inspirational Children

4  

Aniruddhsinh Zala

Abstract Inspirational Children

સાચવે સંસ્કૃતિ એ રાષ્ટ્ર મહાન

સાચવે સંસ્કૃતિ એ રાષ્ટ્ર મહાન

1 min
6

 હે... જી 

સંસ્કૃતિ સાચવે પોતાની સ્નેહથી એ દેશ સદાય વિશ્વમાં ઉજળો હોય 

માન, મર્યાદા અને મોભો એ વિશ્વમાં સદાય ઓળખ સાચી માનવની હોય,


જો ને... 

પોતાનાં ઉત્સવો ઉજવે હેતે ઈ નર રાષ્ટ્રભક્તિથી છલકતો હોય 

બાકી વિદેશી ઉત્સવો ઘેર ઉજવે, એમાં સમજ ને સંસ્કારનો અભાવ હોય,


હે..જી 

સંસ્કૃતિ રક્ષા છે ફરજ આપણી, બીજી સંસ્કૃતિઓનું પણ સન્માન હૈયે હોય 

પણ માને મૂકીને માસીને ધાવે, ઈ નર ડાહ્યો ક્યાંથી દેશમાં ગણાતો હોય, 


જોને...

ઊંચા ગઢના કાંગરા મેં શૂરા સંતોના જયાં ડગલે ને પગલે મળતા પ્રમાણ હોય 

એ મહાન દેશ ભારતની શૌર્યવંત નારી પણ સતી ને નારાયણી બની પૂજાતી હોય,


જોને...

મુખ હોય સદાય જેના મલક્તાં, જેના હૈયે રૂડા હંસલા બિરાજતા હોય 

સંસ્કૃતિ પ્રેમી ને શોર્ય છલકતો ભડવીર ભારત ભૂમિનો વીર મહાન હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract