ગરબો, ભોળી ભવાની રહેજો સદા સાથ
ગરબો, ભોળી ભવાની રહેજો સદા સાથ
🚩 ભોળી ભવાની રહેજો સદા સાથ 🎯
( ગરબો દોહા છંદ સાથે )
"꧁༺ ঔৣ ༻꧂" :
⛳🙏🙅🎯💫💥🙅
🚩🔱🔱☀🔔🔱🚩
હે... જી.
"નવદુર્ગા રમશે ચાચર ચોકમાં, અને રમશે ભેળાં આ નર ને નાર
માડી આશિષ દેજો અમુલખ તમે, વિપત પડે કરજો સદાય વ્હાર."
🚩🔱🔱ગરબો ☀🔔🔱🚩
ચોતરફ વરસે ભલે વિપત્તિ કેરા મેઘ
મારી ભવાની ભેળી રહે તો સદાય લીલા લહેર...ધ્રુવ
ભલે ન સાંભળે રોજ અરજ, સાંભળજે એક દી જરૂર માત.
જે દી રણમેદાને લડતો હોય અરી સામે તે દી ભેળી રેજે તું માત
ફરકે ધજા મા તારા ડુંગરે, દીવડા રૂડા ઝગમગ થાય
હૈયાની પુરી કરતી સઘળી આશ, મારી માવડી ચામુંડ માત.
ડુંગરીએ વાઘ ફરતો તારા, ભક્તો ડુંગર ચડે લઈ ભક્તિભાવ
દયાળુ મા ચામુંડ બેઠી ઊંચા ડુંગરે, હરતી ભક્તોના દુઃખ સદાય
મરવાનો ભય લાગે નહીં વીરને એ જાણે તું માત
ભલે મસ્તક પડે તોય ધડ લડે એવી શકતી દેજે મુજને તું માત
ચોતરફ વરસે ભલે વિપત્તિ કેરા મેઘ
પણ મારી ભવાની ભેળી રહે તો સદાય લીલા લહેર.
છંદ.......💫
હે... રમે જગદંબા, ચાચર ચોકે, રંગતાળી
રણકે ઝાંઝર, મા ચુડલો ખનકે મા ભદ્રકાળી
ચામુંડ સુખકારી, અંબા ભવાની રંગે રમતી મા
પગલા પડે ને દુખડા ભાગે મા તુ પરમકલ્યાણી
