તારામાં 'હું'
તારામાં 'હું'


ના, દોસ્ત
હું એમ નથી કહેતી કે
ફક્ત તું જ છે
તું જ છે મારો સાથી.
છે, બીજા પણ.
અને જો એવું કહું પણ તો
મને અતિશયોક્તિનો નહીં
પરંતુ તને માઠું લાગવાનો ડર છે.
ક્યાંક તું એમ સમજી બેઠે તો કે
‘હું નીરસ સંગી છું,
હું સાવ છેલ્લે યાદ આવ્યો
રડતી વેળાનું મોં જોવા.’
હું છું, મારાપણું છે,
તું છે, તારા ભીતરનો શ્રોતા છે
અને છે આ બારીને પેલે પાર કોલાહલ.
પણ મને સૌથી વધુ પ્રિય છે-
ખામોશી, આપણાં વચ્ચેની,
હા, મને ગમે છે હે અરીસા!
તારું મારામાં ખુદનું પ્રતિબિંબ શોધવું,
મને ગમે છે મારી આંખોથી
મારી આંખોને તારી આંખોમાં નિહાળવું.
હા, દોસ્ત
મારે છે બીજું પણ જોડે ચાલનારું,
ખભે હાથ મુકનારું,
તારા થકી ખુદને મળતી ‘હું ’.
ના, દોસ્ત
હું એમ નથી કહેતી કે
ફક્ત તું જ છે
તું જ છે મારો સાથી.
છે, બીજા પણ.
અને જો એવું કહું પણ તો
મને અતિશયોક્તિનો નહીં
પરંતુ તને માઠું લાગવાનો ડર છે.
ક્યાંક તું એમ સમજી બેઠે તો કે
‘હું નીરસ સંગી છું,
હું સાવ છેલ્લે યાદ આવ્યો
રડતી વેળાનું મોં જોવા.’
હું છું, મારાપણું છે,
તું છે, તારા ભીતરનો શ્રોતા છે
અને છે આ બારીને પેલે પાર કોલાહલ.
પણ મને સૌથી વધુ પ્રિય છે-
ખામોશી, આપણાં વચ્ચેની,
હા, મને ગમે છે હે અરીસા!
તારું મારામાં ખુદનું પ્રતિબિંબ શોધવું,
મને ગમે છે મારી આંખોથી
મારી આંખોને તારી આંખોમાં નિહાળવું.
હા, દોસ્ત
મારે છે બીજું પણ જોડે ચાલનારું,
ખભે હાથ મુકનારું,
તારા થકી ખુદને મળતી ‘હું ’.