STORYMIRROR

Divyakant Pandya

Others

3  

Divyakant Pandya

Others

મુકાદમ

મુકાદમ

1 min
14.6K


બંધ દેખાતું હતું

મકાન એક છેવાડે,

ફળિયું પણ જાણે કે

બંધ પડેલું માચીસ,

અંધારે ભર્યા ભીતરનાં

સઘળાં કાટખુણા,

ન વાડમાંથી પણ પેસે

જરા સરીખો તડકો.


ઓરડીમાં ઉભર્યો પણ

લીસોટો ઉજળે દેહ,

નળિયું ખસ્યું કે હેં

ખસી દાનત છે આ ઘરની ?

ના, ભીંત ખુલી ભળાય આ તો

અડધિયાની જેમ.


માહ્યલામાંથી કળાણું

દુર લગી અજવાળું,

ને બહાર ઉભે માંહ્યલો તો

અડધી રાતનાં વાને.

ધોળાને દેખાય ઈ કાળું

ને કાળાને ધોળું

વચમાં બેઠી બાપડી

મૂંઝાય બારી મુકાદમ.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍