STORYMIRROR

Divyakant Pandya

Drama Abstract Inspirational

3  

Divyakant Pandya

Drama Abstract Inspirational

ક્યાંક

ક્યાંક

1 min
26.6K


તમે બહુ પ્રેમ કર્યો મમ્મી.
ના, ઓછો નથી કરવા કહેતો,
જરા વિચારો કે વધી તો નથી ગયો ને.
રજાઓમાં દુબળો કહી
બે ભાખરી ખવડાવવાની લ્હાયમાં
ક્યાંક બીમાર તો નથી પાડી દીધો ને.
લાઈટ જતી રહેતા
ટોર્ચ હાથવગી કરવામાં
ક્યાંક ડરપોક તો નથી બનાવી દીધો ને.
સલામતી માટે
જગતના થીંગડા સાંધવામાં
ક્યાંક કાયર તો નથી બનાવી દીધો ને.
કાળજાના કટકાને કાળજીથી છલકાવીને
વણજોઈતું ઓઢાડવામાં
ક્યાંક પથારી તો નથી વીખી નાખી ને.
'કરવું જોઇએ' માંથી 'કર' થઇ ગયું,
થોડો હક જતાવવા જતા 
ક્યાંક મારો તો નથી છીનવી લીધો ને.
મમ્મી, માવતરની સામે 
ગુંગળામણમાં જાતે મોઢું બહાર કાઢ્યું ત્યાં
ક્યાંક કછોરું તો નથી સમજી લીધો ને.


Rate this content
Log in

Similar gujarati poem from Drama