રોજ રાતે
રોજ રાતે
રોજ રાતે લઈ સુઉં છું નયનો મારાં સજલ,
પરોઢે અંગ મરડી ઉઠે પડખામાં એક ગઝલ.
થોડા શબ્દો, થોડી શાહી ને જરાક ઊર્મિઓ વધુ,
મિશ્રિત એ થયાં ત્યાં થઈ તૈયાર એક ગઝલ.
કલમની મારી લીટીઓનો નિષ્કર્ષ રચાઈ જાઍ,
બનું શેર હું અનેક, કોઈ બની જાએ એક ગઝલ.
છેક ત્યારે સમજાયો, ઉર્જા રૂપાંતર સિદ્ધાંત,
ચીચો હ્રદયની જ્યારે બની ગઈ ઍક ગઝલ.
હું નથી માનતો કે છે આ એક પણ મારી ગઝલ,
કોઈનાં નામે સંબોધાય છે મહેફીલમાં ઍક ગઝલ.
છલકાઈ યાદો આપની આંસુ બની કાગળ ઉપર,
નીચી કરી નજર તો પામી છે ઝાંખી એક ગઝલ.
બિમારીનાં બિછાને ય જુઓ કે મને શું સૂઝ્યું,
મરહમનાં નામે પણ મેં પડીકામાં માંગી એક ગઝલ.
મુશાયરામાં નામ જો કોઈ હોઠ પર આવી ગયું,
'મુફલિસ' વધાવી ભૂલ સૌએ, લઈ માની એક ગઝલ.