માણસ મટી ગયો હુ : શૌર્ય.
માણસ મટી ગયો હુ : શૌર્ય.
નવ મહિના જેણે પેટમા રાખ્યો,
એને નવ મહિનામાં જ,હુ ભૂલી ગયો,
માણસ મટી ગયો હુ,
પ્રસંગે ઝૂલી ગયો....
તારી વેદનાઓને સમજવામા નિષ્ફળ રહ્યો છુ હુ,
એક વર્ષ પણ શોક ન રાખી શક્યો હુ,
બીજાના માટે પ્રસંગ પતી ગયો,
પણ અહીંયા કોઈક ખૂણે રંજ રહ્યો,
નવ મહિનામા જ, હુ ભૂલી ગયો,
મને મારા પ્રત્યે ઘૃણા થાય છે,
યજ્ઞમા આહુતિ કે લાગણીઓ હોમાય છે,
જે જાય તેને ભૂલાય છે,
જીવતાના રંગમા મોઢા મલકાય છે,
નિ:સ્વાર્થ મા નો પ્રેમ ભૂલી ગયો,
સ્વાર્થી દુનિયાના સુખમા ઝૂલી ગયો,
નવ મહિના જેણે પેટમા રાખ્યો,
એને નવ મહિનામાં જ,હુ ભૂલી ગયો,
માણસ મટી ગયો હુ,
માણસ મટી ગયો.