Nirav Rajani "शाद"

Abstract

4  

Nirav Rajani "शाद"

Abstract

જવા દો

જવા દો

1 min
416


ગઝલ તો અમારી લખાઈ જવા દો,

સરસ આ ઈમારત ચણાઈ જવા દો.


અમારી ઉપર માછલાં નાંખતા જે,

લફંગા હતાં એ દબાઈ જવા દો.


મલાજો ન રાખ્યો અભણ કપટીઓએ,

ઉધઈ એ હતી જે ખવાઈ જવા દો.


હતી વેદનાઓ અમારી ઘણી જે,

સુણી એ હૃદયને ભરાઈ જવા દો.


લખી છે ગઝલ મેં તમારી ઉપર તો,

'નિરવ' છે નવોદિત છવાઈ જવા દો.


Rate this content
Log in