STORYMIRROR

Nirav Rajani "शाद"

Inspirational

4  

Nirav Rajani "शाद"

Inspirational

હનુમાનજીને વિનંતિ

હનુમાનજીને વિનંતિ

1 min
191

વિનવે બાળ તમારા, કે આવો અંજનીના જાયા, 

દુઃખમાં અમે તો ફસાયા, કે આવો અંજનીના જાયા,


આ સંસારમાં બસ આશ એક તારી જ, 

ભવસાગરે અટવાયા, કે આવો અંજનીના જાયા,


ભાળ સીતાજીની લાવ્યા રામજી કાજ, 

રામે દુલારા બનાવ્યા, કે આવો અંજનીના જાયા,


સંજીવની લાવી તમે લખનને જીવાડયા, 

સંકટમોચન કહેવાયા, કે આવો અંજનીના જાયા,


છો જીવંત દેવ આ કળિયુગના તમે તો, 

કણ-કણમાં અમે જોયાં, કે આવો અંજનીના જાયા,


કહે 'શાદ' માનવ સંસ્કૃતિ રક્ષા કાજ, 

અમરત્વ તમે પામ્યા, કે આવો અંજનીના જાયા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational