સ્વતંત્રતા
સ્વતંત્રતા

1 min

430
કેટલી કુરબાની આપીને મળી સ્વતંત્રતા,
કેટલાં યત્નો પછી આજે મળી સ્વતંત્રતા,
યાદ છે બલિદાન અમને આપના એ તો હજી,
જે શહીદી વ્હોરી તેથી ઝળહળી સ્વતંત્રતા,
રાજગુરુ, સુખદેવ ને આઝાદના ત્યાગથી,
એકતારૂપી અમરતાંમાં ભળી સ્વતંત્રતા,
ગોખલે, ગાંધી અને સરદારની છાંયા થકી,
દેશરૂપી દૂધમાં જો ઓગળી સ્વતંત્રતા,
"શાદ"જોને યાદ કરતો એ શહીદો ને હવે,
કેટલા લોકે કહો આજે કળી સ્વતંત્રતા.