STORYMIRROR

Nirav Rajani "शाद"

Inspirational

3  

Nirav Rajani "शाद"

Inspirational

આલિંગન

આલિંગન

1 min
188

હોય ક્યારેક દુઃખ તો પ્રેમથી આલિંગન કરાવીશ મને ?

આપ વચન કે તું ધોખેબાજી કરીને નહિ હરાવીશ મને.


ટેડી જેવો સંબંધ આપણો આગળ ધપતો પ્રેમથી,

છે અરમાન કે જિંદગીભર તું રાણીની જેમ સજાવીશ મને.


છે કૈક પ્રથા જેવું કે જોઈએ સૌને વર્જિન વાઈફ,

કહું તને કે નથી હું વર્જિન તો હૃદયમાં સમાવીશ મને ?


છે કંઈ-કેટલાં એબ્યુઝ છૂપા વિકટીમ અહીં,

પણ છે વિશ્વાસ તારી પર કે અધમ રીતે નહિ નમાવીશ મને.


જોઈ રહી આ પ્રેયસી રાહ તારા ચોકલેટ જેવા સાથની,

એ 'શાદ' ક્યારે ? તું પ્રેમથી આલિંગનમાં સમાવીશ મને ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational