હું શું કહું ?
હું શું કહું ?
જિંદગી છે પરેશાન, હું શું કહું ?
જીવવી ના એ આસાન, હું શું કહું ?
રોજનો છે તમાશો અહીં એ ખુદા,
પોષતાં લોક શેતાન, હું શું કહું ?
માનવી છે ઘણા લાલચી જો અહીં,
છોડતાં એ તો ભગવાન, હું શું કહું ?
પૂછતાં પ્રેમથી જો ખબર એ મને,
લાગતું એ જ સન્માન, હું શું કહું ?
"શાદ" પણ એ કહે છે ખુદા આવી જો,
ને સહી જો તું અપમાન, હું શું કહું ?