ખુદા શબ્દ છે તો ખુદા પણ હશે
ખુદા શબ્દ છે તો ખુદા પણ હશે


તરહી...
કવિ શ્રી જલન માતરી સાહેબની પંક્તિ પરથી
"ખુદા શબ્દ છે તો ખુદા પણ હશે,"
ખુદા શબ્દ છે તો ખુદા પણ હશે
તડપતા દિલોની દુવા પણ હશે..
નયનમાં રચેલા સપનની કસમ,
પલકમાં છુપેલી વ્યથા પણ હશે..
કમળમાં પુરેલાં ભ્રમરને કહો,
પ્રણયની અનેરી સજા પણ હશે..
ઉગાડે ફૂલો સંગ કંટક જુઓ,
કદાચિત ખુદાની ખતા પણ હશે..
છે ઝાકળ એ શૃંગાર પુષ્પો તણો,
સુશોભિત કરેલી પ્રથા પણ હશે..
એ વૃક્ષૌને કેવી લપટતી લતા,
નજાકત ભરેલી અદા પણ હશે
જળાશય ભરેલાં ને ચાતક "તૃષા",
નિસર્ગી અલગ આ પ્રભા પણ હશે...