STORYMIRROR

Falguni Shah

Inspirational

3  

Falguni Shah

Inspirational

ધારો કે

ધારો કે

1 min
27.9K


ધારો કે વધસ્તંભ પર લોહીલુહાણ કંટાળોતાજ બની હોત

તો શારીરિક વેદનાને અતિક્રમતીઈસુની ક્ષમાને જોઈ હોત,


એના અંતિમ ભોજનમાં જુડાથની ઈર્ષ્યા બની હોત

તો બેરહેમપણે મૃત્યુને ભેટતા ગુરુએ શિષ્યને રોકવા ટોકવા જેટલી નિયાતીને ન બદલી તે મહાનતા જોઈ હોત


ધારો કે ગોડસેની બંદૂકમાંથી છૂટતી ગોળી વખતે વીંધાતી છાતીમાં છુપાયેલી ક્ષણો બની હોત તો મૃત્યુને મારતા ગાંધીજીમાં પ્રાર્થનારૂપી રામને જીવંત જોયા હોત


ધારો કે રાણાનો વિષનો પ્યાલો બની હોત

તો વિષને કૃષ્ણની પરભક્તિનું અમૃત કરનારી

મીરાંની ખુમારી જોઈ હોત....


દયા શાંતિ અહિંસા સત્ય મૈત્રી કરુણાના શીતળ

ધોધમાંથી જન્મનારા આ અવતારોથી વિશ્વકલ્યાણ

જ હોત


ધારો કે હિંસા ક્રોધ વૈમનસ્યની ભડકતી જ્વાળાઓ

જ ન હોત


Rate this content
Log in

More gujarati poem from Falguni Shah

Similar gujarati poem from Inspirational