STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

4  

Chaitanya Joshi

Inspirational

હરિ સ્મરણ તારું

હરિ સ્મરણ તારું

1 min
27.3K


ભલભલા સંકટને ભૂલાવનારું હરિ સ્મરણ તારું,

પ્રાણ પ્રત્યેકમાં હોય એ પૂરનારું હરિ સ્મરણ તારું. 

આવી પડે આપદા કદી કર્મફળ પ્રકાશતાં સંસારે, 

શરણ તારું હરિ સૌને રક્ષનારું હરિ સ્મરણ તારું. 

જગઆટપની ભૂલભૂલામણીમાં લક્ષ્ય ચૂકાતું, 

તારી કૃપા દ્રષ્ટિ થકી સાચવનારું હરિ સ્મરણ તારું. 

થાકેલા, હારેલાને વળી કંટાળેલા કર્મપ્રહારથી,

જીવમાં જીવનજળ સિંચનારું હરિ સ્મરણ તારું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational