STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

તળાવમાં શાળા ખુલી

તળાવમાં શાળા ખુલી

1 min
379

તળાવમાં શાળા ખુલી

સૌ કોઈ ભણવા જાય

મગરબેન આળસ કરતાં

સૌની પાછળ રહેતા,


માછલીબેન એકડા બોલાવે

સૌ હોંશે હોંશે બોલતા

મગરબેન તો સાડી સરખી કરતાં

પાછળ સૌની બોલતા,


કાચબાભાઈની વાર્તા સાંભળે

સૌ દઈને ધ્યાન

મગરબેન તો ઊંઘવા માંડે

વાર્તા આવડે નહિ,


દેડકાભાઈ બાળગીત ગવડાવે

સૌ રાજી રાજી થાય

મગરીબેન આનંદે ગાતા

સૌને તાલે તાલ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational