કૃષ્ણ જન્મોત્સવ
કૃષ્ણ જન્મોત્સવ
ગોકુળમાં જન્મ્યા ને બલરામના ભૈયા
કંસને મારનાર , સંકટમાં તારનાર
ચાલો કૃષ્ણ જન્મોત્સવ ઉજવીએ...
જશોદાનો લાલો ને નંબરનો દુલારો
દેવકીની આંખનો એ તારો
ચાલો કૃષ્ણ જન્મોત્સવ ઉજવીએ...
દ્વારિકાનો નાથ છે રાજા રણછોડ છે
સુદામાના સખા , અર્જુનના સારથી છે
ચાલો કૃષ્ણ જન્મોત્સવ ઉજવીએ...
મહાભારત યુદ્ધમાં ધર્મને જિતાડનાર
પાપીઓને સંહારક, પ્રેમની ગંગા વહાવનાર
ચાલો કૃષ્ણ જન્મોત્સવ ઉજવીએ...
ભગવદ્ ગીતા થકી જગમાં જીવનાર
દરેક સમસ્યાનો અંત લાવનાર
ચાલો કૃષ્ણ જન્મોત્સવ ઉજવીએ
