Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sapan Pathak

Fantasy Others

4  

Sapan Pathak

Fantasy Others

રેલાવે મધુ સુગંધ આ વરસાદમાં

રેલાવે મધુ સુગંધ આ વરસાદમાં

1 min
12.4K


કોણ રેલાવે મધુ સુગંધ આ વરસાદમાં?

યાદ આવે છે ભીના સંબંધ આ વરસાદમાં.


લીલના છો ને થયા હો થર ઘણા આ દિલ ઉપર,

ભીતરે ધબકાર છે અકબંધ આ વરસાદમાં.


છે અસર માદક ઘણી વરસાદના આ નીરમાં,

પ્રેમમાં તેથી બને સૌ અંધ આ વરસાદમાં.


આ છત્રી લીધી ‘ને રેઇનકોટ પણ લીધો અમે,

જો અમે કીધાં ઘણાં પ્રબંધ આ વરસાદમાં.


ચાલ, લથબથ આજ હું ભીંજાઉ તારા પ્રેમમાં,

આમ, પ્રિયે આપ ના સોગંદ આ વરસાદમાં.


Rate this content
Log in