Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Milind Tapodhan

Fantasy

4  

Dr.Milind Tapodhan

Fantasy

જો વાત આવે તો

જો વાત આવે તો

1 min
502


નથી મારી પાસે સમય ઝાઝો મુલાકાત માટે,

પણ પ્રેમની વાત આવે તો આ ભવ ટૂંકો પડે.


નથી મારી પાસે શબ્દો ઝાઝા સંવાદ માટે,

પણ જિંદગીની વાત આવે તો શબ્દકોષ નાનો પડે.


નથી મારી પાસે ઊંઘ ઝાઝી આ રાત માટે,

પણ સ્વપ્નની વાત આવે તો કુંભકર્ણ કાચો પડે.


નથી મારી પાસે વાહવાહી ઝાઝી દાદ માટે,

પણ ગઝલની વાત આવે તો ઈર્શાદ ઓછો પડે.


નથી મારી પાસે ઊંડાણ ઝાઝુ આ સમાજ માટે,

પણ અંતરમનની વાત આવે તો સમુદ્ર છીછરો પડે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy