આપનું સ્મિત છે કે ચમકતો ચાંદલો
આપનું સ્મિત છે કે ચમકતો ચાંદલો
જોતાં જ તમારું સ્મિત, તમે ગમી ગયા,
મારાં મનમાં જાણે કેટલાં સ્વપ્ન રમી ગયાં..
આપનું સ્મિત છે કે ચમકતો ચાંદલો,
જોઈને મનનાં કેટલાં તારાં ટમટમી ગયાં..
આપનાં સ્મિતમાં છે ઈશ્વરનો વસવાટ,
જોતાં જ થઇ શુદ્ધતા, અને શિર નમી ગયાં..
ચાલવું જોઈએ તમારાં સ્મિતનું ચલણ દેશમાં,
જેની સાથે રહ્યાં, તેનાં ભાવ સુધરી ગયાં..
સ્મિત આપનું મશહૂર છે સર્વ લોકોમાં,
તેની સામે "મોનાલીસા"નાં ભાવ ગગડી ગયાં.