સમય હતો એક બાળપણનો..
સમય હતો એક બાળપણનો..
1 min
465
સમય હતો એક બાળપણનો,
રહેતી માત્ર બે મિનિટની "કિટ્ટા"
હાલમાં તો મિત્રો કેટલાં
વર્ષોથી રૂઠ્યાં છે.
સમય હતો એક બાળપણનો,
મળતું કવિતા ગાવાનું ઘરકામ,
હાલમાં તો પાવરપોઇન્ટનાં
પ્રેસેંટેશન ખૂટ્યાં છે.
સમય હતો એક બાળપણનો,
મળતી રૂપિયાની આઠ ચોકલેટ,
હાલમાં તો સંતોષી મીઠાશનાં
સ્ટેશન બધાં છૂટ્યાં છે.
સમય હતો એક બાળપણનો,
મઘમઘતો આનંદનો બગીચો,
હાલમાં તો ખૂશીઓનાં ફૂલો
અપેક્ષાઓએ ચૂંટ્યા છે..
સમય હતો એક બાળપણનો
જોવાતી મોટાં થવાની રાહ,
મોટાં થઇને મોટાં થવાનાં
સર્વ સ્વપ્ન તૂટ્યાં છે.
