ઝાંઝર એટલે
ઝાંઝર એટલે
ઝાંઝર એટલે પગનું થરકવું,
ઝાંઝર એટલે મનનું મરકવું..
ઝાંઝર એટલે પગનું ગાયેલું ગીત,
ઝાંઝર એટલે વણસાંભળ્યું સંગીત..
ઝાંઝર એટલે છમછમ કરતાં રહેવું,
ઝાંઝર એટલે ખળખળ વહેતાં રહેવું..
ઝાંઝર એટલે સ્ત્રીનો અદભૂત શ્રુંગાર,
ઝાંઝર એટલે મૌનનો સૂરીલો પ્રકાર..
ઝાંઝર એટલે પ્રિયતમા માટે ભેટ,
ઝાંઝરનો સ્વીકાર એટલે પ્રેમનો સંકેત.