પિતા એટલે
પિતા એટલે
પિતા એટલે ધગધગતો સૂર્ય,
જે પરસેવો પડાવે પણ જીવનને
તે જ ચલાવે,
પિતા એટલે મજબૂત કાષ્ઠ,
જે વાગે ઘણું પણ વિપત્તિનો સમુદ્ર
પાર પણ કરાવે,
પિતા એટલે લાબું મૌન,
જે કળવું કઠિન પણ
શબ્દથી વધુ અસરદાર,
પિતા એટલે ઊંડા પાયા,
જે જોવા ન મળે પણ
તેનાં વિના બધું નિરાધાર,
પિતા એટલે કપરી મહેનત,
જે સમગ્ર શરીર-મનને થકાવે પણ
અંતે અપાવે સફળતા,
પિતા એટલે તત્વજ્ઞાન,
જે સમજવું અટપટું પણ
સમજાવે જીવનની ગહનતા.