દીકરી એટલે .. રંગ પૂરતી તૂલિકા
દીકરી એટલે .. રંગ પૂરતી તૂલિકા
દીકરી એટલે પિતાનાં કઠોર
દેખાતાં હૃદયમાં ઉગી આવતી
લીલી મઝાની કૂંપળ,
દીકરી એટલે નાનકડું ઉછળતું
કૂદતું, શુદ્ધ લાગણીનું
વહેતું ઝરણું ખળખળ,
દીકરી એટલે સવારે
જોવા મળતું કેસરી અને
સફેદ સુંદર પારિજાત,
દીકરી એટલે શાંતિનું
ઠેકાણું, દાઝેલા મનને ઠંડક
આપતી કોમળ રાત,
દીકરી એટલે રંગવિહીન,
શુષ્ક જીવનમાં પ્રાણ,પ્રેમનો
રંગ પૂરતી તૂલિકા
દીકરી એટલે નાની પણ
સ્પર્શી જાય આત્માનો દરેક
અંશ તેવી નવલિકા,
દીકરી એટલે શીતળ પવનની લહેરખી,
દીકરી એટલે મધુર, સૂરીલું, સુંદર પંખી.
