STORYMIRROR

Dr.Milind Tapodhan

Inspirational

4  

Dr.Milind Tapodhan

Inspirational

મૌન એટલે પેચીદું, અઘરું ગણિત

મૌન એટલે પેચીદું, અઘરું ગણિત

1 min
497

જયારે સમજવાં માંડો

એકબીજાનું મૌન,

ત્યારે માનવું કે પ્રેમ

થયો છે સાચો,


શબ્દો જરૂર પડે

સમજવા પ્રિયતમાનાં,

તો લાગણી ટૂંકી તમારી

ને પ્રેમ હજી કાચો,


મૌન એટલે અગણિત વડવાઈઓ

સાથેનો વિશાળ વડ,

મૌન એટલે આપે જે વ્યક્તિત્વને

મજબૂતી તેવી ઊંડી જડ,


મૌન એટલે સમજવો

એકબીજાનાં હૃદયનો ધબકાર,

મૌન એટલે જાણવો

એકબીજાની અંતરાત્માનો પૂકાર,


મૌન એટલે થોડું પેચીદું, અઘરું ગણિત,

પણ જે સમજે, તેની સંબંધમાં થાય જીત..


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational