Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mittal Purohit

Inspirational Others

3  

Mittal Purohit

Inspirational Others

લાગણીઓ

લાગણીઓ

1 min
1.8K


ભીની ભીની લાગણીઓને

કોણ રોજ રોજ સિંચે ?

બદલાતા જાય ચહેરાઓ અંહી,

આંખ જરા જો મીંચે.


મૃગજળ સમી છે ઈચ્છાઓ,

ને હરણફાળ રણ દોડે,

ઝાડ-પાન જો દૂર થયા અંહી,

તો ફૂલો ક્યાં થી જોડે ?


કંઠે ડૂમો તરસ બની

ને દરિયા માટે જેમ ઝુરતો,

ઓટ -ભરતી ઉરમાં લઈ

રોજ મને એ ઘૂરતો.


આખે આખી છે જાત ડુબાડી

રહુ છું તો ય કોરી,

નિચવું છું રોજ લાગણીઓને

વિશ્વાસ માં ઝબોળી.


સોનેરી કિરણો છોડી

ને સૂરજ રોજ આથમતો,

યાદો કેરી ઝાકળ છોડી

ફરી સવારે એ ઉગતો.


નવી લાગણી, નવી માંગણી,

નવી કુંપળો ફૂટે,

કરો માવજત જાત ઘસીને

તો ય એમાં કંઈક ખૂટે.


ભીની ભીની લાગણીઓને

કોણ રોજ રોજ સિંચે ?

બદલાતા જાય ચહેરાઓ અંહી,

આંખ જરા જો મીંચે.


Rate this content
Log in