STORYMIRROR

Mittal Purohit

Thriller Tragedy

3  

Mittal Purohit

Thriller Tragedy

લાગણીઓ

લાગણીઓ

1 min
2.3K


ભીની ભીની લાગણીઓને કોણ રોજ રોજ સિંચે?

બદલાતા જાય ચહેરાઓ અહીં, આંખ જરા જો મીંચે..


મૃગજળ સમી છે ઈચ્છાઓ, ને હરણફાળ રણ દોડે,

ઝાડ-પાન જો દૂર થયા અહીં, તો ફૂલો ક્યાંથી જોડે?


કંઠે ડૂમો તરસ બનીને દરિયા માટે જેમ ઝુરતો,

ઓટ -ભરતી ઉરમાં લઈ રોજ મને એ ઘૂરતો,


આખે આખી છે જાત ડુબાડી રહું છું તોય કોરી,

નિચવું છું રોજ લાગણીઓને વિશ્વાસમાં ઝબોળી,


સોનેરી કિરણો છોડીને સૂરજ રોજ આથમતો,

યાદો કેરી ઝાકળ છોડી ફરી સવારે એ ઉગતો,


નવી લાગણી, નવી માંગણી, નવી કુંપળો ફૂટે,

કરો માવજત જાત ઘસીને તોય એમાં કંઈક ખૂટે,


ભીની ભીની લાગણીઓને કોણ રોજ રોજ સિંચે?

બદલાતા જાય ચહેરાઓ અહીં, આંખ જરા જો મીંચે...!


विषय का मूल्यांकन करें
लॉग इन

More gujarati poem from Mittal Purohit

Similar gujarati poem from Thriller