હૂંફાળો સ્પર્શ
હૂંફાળો સ્પર્શ
કેમ કરીને ભૂલી શકું કહે તું ઓ સખી?
તે વીતેલી પ્રત્યેક હૂંફાળી રાતનો સંઘર્ષ!
કારમી ગરીબાઈમાં વીતાવેલા પ્રહરોનો
અમીરાઈભર્યો આગવો ખમીર મધુ દર્શ.
મીઠડી મારી માવલડીના અનુપમ વ્હાલે,
કાતિલ ઠંડીનો જોને લાગે બેઅસર સ્પર્શ.
એના વાગ્ધરામાં નીતરતા વાત્સલ્ય ઝરાથી,
સુંવાળો બની રહેતો સદા કઠિનતાનો સંસર્ગ.
દુનિયા આખીનું સુખ-વૈભવ બને વામણો,
એ જનેતાના સંગમાં સ્વર્ગ, સઘળો ઉત્કર્ષ.
