STORYMIRROR

Beena Rathod

Fantasy Thriller

5.0  

Beena Rathod

Fantasy Thriller

હું તું નો સરવાળો યાને?

હું તું નો સરવાળો યાને?

1 min
372


શ્વાસો વત્તા શ્વાસો વત્તા શ્વાસોનો આ તાળો યાને?

દિવસો વત્તા વરસો વત્તા હું તું નો સરવાળો યાને?


આ લોહીના સંબંધો, સંબંધો છોને વહયા રાખે,

લોહી ગાંઠે, હૈયું હાંફે, હાંફ્યાનો કંટાળો યાને?


રાજીપાનું થીગડું મારી રાખ્યો'તો મોભો જીવનમાં,

થીગડું મોટું ને એમાં હો બખિયાનો ગોટાળો યાને?


ઘાતો ને ઘટના વચ્ચે છે આઘાતો ઘટવાનો ગાળો,

પણ આઘાતોને છાતીની વચમાંનો વચગાળો યાને?


મૂંગી ભીંતો, મૂંગા પડછાયા ને છે સૌ મૂંગામંતર,

ભીંતે પડછાયાના કાને કર્યો જે હોબાળો યાને?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy