ઝીણી વાંછટના લીલેરા સોળ
ઝીણી વાંછટના લીલેરા સોળ
ઉઠી આવ્યાં જુઓ ઝીણી વાંછટના લીલેરા સોળ;
ષોડસી કન્યા નાહી આજ પ્રથમ વર્ષામાં માથાબોળ.
આળસ મરડીને કન્યાએ કર્યો પીયુને ભીનો સાદ;
ને પછી મન મુકીને વરસ્યો ભીનપવર્ણો વરસાદ.
શરમની મારીએ થઇ ગઈ પાણી પાણી ને રાતીચોળ;
ષોડસી કન્યા નાહી આજ પ્રથમ વર્ષામાં માથાબોળ.
ભેજલ રાત્રીના મેઘલ અંધકારે ઉજમાતી આ ભીંત;
રગ રગમાં રણઝણે મેઘ મલ્હારના માદક આ ગીત.
છમ છમ કરતી છમ્મક છલ્લોએ ઉછાળી છમ્મક છોળ;
ષોડસી કન્યા નાહી આજ પ્રથમ વર્ષામાં માથાબોળ.