STORYMIRROR

Manu V Thakor

Fantasy Inspirational

4  

Manu V Thakor

Fantasy Inspirational

ધુમ્મસ

ધુમ્મસ

1 min
13.5K


ખેતરની વાડ પર, શેઢા ને ઝાડ પર,

કેવું ! ધુમ્મસ પથરાઇને છે બેઠું;

જાણે કોઇ આભથી નીચું નમીને,

પેલું ! વાદળ આવ્યું છે લાગે હેઠું.


અંધારી રાત મહીં, ઠંડીનો સાથ લઈ,

ધરતીને મળતું હોય, એમ કંઈક લાગ્યું;

ઉગમણે સૂરજે ડોકિયું કર્યું ને ત્યાંજ,

કેવું ! ઊભી પૂંછડીએ જાય ભાગ્યું.


લીલીછમ પાંદડીએ મલકે છે મોતી,

કેવું ! ઝાકળબિંદુના રૂપે દીઠું.

ખેતરની વાડ પર...


ભીની સુવાસ ભરી આવી સવાર,

ભીના ઓતરાદી વાયરા વાયા,

તાપણું તપાવીને બેઠા છે પથ્થરો ને,

કેવી ! થરથરતી ફૂલોની કાયા.


દૂર દૂર દેખાતા આછેરા ડુંગરની,

કેડીમાં જઈને જાણે પેઠું;

ખેતરની વાડ પર...


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy