STORYMIRROR

Manu V Thakor

Inspirational

3  

Manu V Thakor

Inspirational

મન લાગ્યું

મન લાગ્યું

1 min
13.7K


 

 

મન લાગ્યું મારું મેળામાં,

માણીગર મણિયારા,

મારા કાળજડે કૈંક ભર્યા કોડ,

માણીગર મણિયારા..

મન લાગ્યું..

ફરશું સખીઓ સંગાથ,

લઈને હાથોમાં હાથ, (2)

ચકડોળે ચકરાવો લઈશું,

માણીગર મણિયારા...

મન લાગ્યું..

વરહ દિયે ભેળા મળશું,

વાતો મનભરીને કરશું (2)

હરખ હૈયે ઉમંગનો ભરશું

માણીગર મણિયારા....

મન લાગ્યું..

માનવ મેદની અફાટ,

અવનવી લાગી હાટ (2)

અમે જોઈશું તમારી વાટ,

માણીગર મણિયારા

મન લાગ્યું...

અમે રંગભર રમશું

ગીતો પ્રેમના રે ગાશું,(2)

મેળો જામ્યો કેવો રંગીલો,

માણિગર મણીયારા,

મન લાગ્યું...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational