STORYMIRROR

Manu V Thakor

Drama Fantasy Romance

3  

Manu V Thakor

Drama Fantasy Romance

વરસાદી વાદળ.....(ગીત)

વરસાદી વાદળ.....(ગીત)

1 min
28.5K



સખી...

વરસાદી વાદળ ઘેરાયા જોઈ મારું ચિતડું થનક થૈ ડોલે;

હૈયાની ભીતરમાં મહેક્યો અષાઢ ને મોભારે મોરલો બોલે,


આંખડીમાં ઉગ્યા છે અનરાધાર ઓરતા,

ઝરમરતી ઝંખનાઓ જાગી;

વ્હાલમજી વ્હાલ ભરી આવે ભરપૂર,

વાટ જોતી હું થઈને વરણાગી,


સખી...

શમણાંની સેજે કોઈ હળવેથી અડકે ને ઉરનાં અંતરપટ ખોલે,

હૈયાની ભીતરમાં મહેક્યો અષાઢ ને મોભારે મોરલો બોલે,



ભીની ભીની વાદળી વરસે ઘડીક ઘડી,

કોરાં જોબનિયે છાંટ મુને વાગી;

મનડું ના માને આ મેઘલી તે રાતડીમાં,

મારે અંગ અંગ વિરહઝાળ લાગી,


સખી....

સઘળું હું છોડીને સાદ કરું સાયબાને વાતા આ વાયરાનાં ઝોલે,

હૈયાની ભીતરમાં મહેક્યો અષાઢ ને મોભારે મોરલો બોલે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama