છવાઈ જવાના
છવાઈ જવાના

1 min

204
ગઝલ આ લખીને છવાઈ જવાના,
ખબરમાં હવે તો છપાઈ જવાના,
કર્યો છે પ્રણય આપ સાથે ઘણાએ,
શબદ પણ શરમથી વણાઈ જવાના.
એ સાથે ઉભા છે કે સામે ઉભા છે,
છે સ્નેહી જે મારા જણાઈ જવાના.
ઉઝરડો પડ્યા બાદ ત્યાં ખોતરો ના,
હૃદયના ઝખમ તો દબાઈ જવાના,
અહીં ક્યાં કશું છે સહન થાય તેવું,
દરદનાં મકાનો ચણાઈ જવાના.
તરસ છે ઘણી ને અમે જામ પીધો,
છે ખાલી જે પ્યાલા ભરાઈ જવાના.
સરળ ક્યાં ગમે છે હવે માર્ગ અમને,
ખુદા પણ ખુશીમાં સમાઈ જવાના.