STORYMIRROR

Heena Pandya (ખુશી)

Romance Tragedy

4  

Heena Pandya (ખુશી)

Romance Tragedy

અંગત આ મારું લાગે છે

અંગત આ મારું લાગે છે

1 min
458

સામુ મળી સારું લાગે છે.

અંગત આ મારું લાગે છે.


મેં ઉછેર્યો દિલમાં દરિયો,

આંખે પણ ખારું લાગે છે.


ઠલવાયો સામાન ઘણો છે,

ભીતર પણ બારું લાગે છે.


રોજ મળે આવી શમણાંમાં,

શમણું એ પ્યારું લાગે છે.


ચાહ્યા કરવું દૂર રહીને,

એ એક જ ધારું લાગે છે.


આવીને તું જાય કશે તો,

જીવન અંધારું લાગે છે.


થોડાં જખ્મી શબ્દ મળ્યા છે,

નામ "ખુશી" તારું લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance