STORYMIRROR

Heena Pandya (ખુશી)

Thriller

4  

Heena Pandya (ખુશી)

Thriller

કોણ એને રોકતું, વહેશે હવે

કોણ એને રોકતું, વહેશે હવે

1 min
579

જિંદગીભર અન્ય પર હસશે હવે.

કોણ એને રોકતું, વહેશે હવે.


જીવવાનું શાનથી શીખી જશે,

જે થપાટો કાળની સહેશે હવે.


ભૂતકાળે છેતરી લીધી મને.

વર્તમાનો સામટા મળશે હવે.


આવશે ક્યારે હવે ભીતર સુધી,

આવવાનું જે મને કહેશે હવે.


પ્રેમનું પણ સત્ય હું જોઈ શકું.

લાગણીનાં કાફલા સરશે હવે.


આજ આ તો કાલ પેલું કેટલું?

એ સમય પણ જાતને ગમશે હવે!


ભીંત ફાડી પીપળાઓ ઊગતા,

જો "ખુશી" વાતાવરણ ફરશે હવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller