STORYMIRROR

Mahendra Rathod

Inspirational Thriller

4  

Mahendra Rathod

Inspirational Thriller

મારી દીકરી

મારી દીકરી

1 min
5.4K

સંઘાડીયો ઘડે ઘાટ એમ ઘડી'તી મારી દીકરી,

રહી શું અધૂરપ કે થઈ કાચી માટીની ઠીકરી,

ઉઘડે મારા નયનને મને દેખાય મારી દીકરી......

મુજ ઉપવનની લીલુડી વેલડી હતી મારી દીકરી,

વરસ્યા બારે મેઘ તોય કરમાઈ ગઈ મારી દીકરી,

ઉઘડે મારા નયનને મને દેખાય મારી દીકરી......

ટાઢકની દેનાર ઘડીક વ્યોમ હતી મારી વાદળી,

આ સંતાપ દઈને કેમ દીધી સજા મને તે આકરી,

ઉઘડે મારા નયનને મને દેખાય મારી દીકરી......

તારી નિંદરને પામવા મેં હેતથી હીંચાવી દીકરી,

શ્વાસ પણ થંભી ગયા જ્યારે મેં વળાવી દીકરી,

ઉઘડે મારા નયનને મને દેખાય મારી દીકરી......

ઓળખનારી એક તું મને કાળજું મારી દીકરી,

કોણ મને કહેશે કે બસ કરો બાપુ મારી દીકરી,

ઉઘડે મારા નયનને મને દેખાય મારી દીકરી......

આયખું ભલે વીતશે તોય ખોટ તારી મને દીકરી,

બીજા ભવે તું મારો બાપ ને હું બનીશ તારી દીકરી,

ઉઘડે મારા નયનને મને દેખાય મારી દીકરી......

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational