યૌવન
યૌવન
આ સોળ વરસની પાનીમાં કંકુની કૂપળ ફૂટી,
યૌવન કેરી કેડીમાં એણે પા પા પગલી મૂકી,
મલકાતી કેસૂડા જેવું જોઈ વસંતની લ્હાણી,
નજરો એવી ફરતી એની જાણે વનની રાણી,
વેલ સરીખું વિટાળતી'તી ને અંગડાઈમાં આંટી,
ગૂંથાતી તો એવી કે જાણે એને વેણી લાગે ટૂંકી,
હળવે હાલતી પાંપણથી કોઈની ધીરજ ખૂટી,
નમણી આંખોનું યૌવન જાણે કે વીજળી છૂટી,
મહેકાતી તો મધુવન સરીખું થાતી ના વિખૂટી,
આ સોળ વરસની પાનીમાં કંકુની કૂપળ ફૂટી!