Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemaxi Buch

Drama

4  

Hemaxi Buch

Drama

નથી ગમતા

નથી ગમતા

1 min
405


મને આ દિલ તણાં જૂઠા સહારાઓ નથી ગમતાં,

અને આ વિરાન બાગો ના નઝારાઓ નથી ગમતાં.


બહેતર છે ડૂબી જવું, મઝધારે તોફાનોમાં,

દુઃખો અને દર્દ મળે એવા કિનારાઓ નથી ગમતાં.


રોઇ રોઇ ભરી લેજો દામન આ મહોબ્બતનું,

જૂઠી યાદોને આશાના મિનારા નથી ગમતાં.


અમે બસ ચાલતાં રહીશું અડગ વિશ્વાસે મંઝિલના,

ન અમને રોકશો કોઈ, આ ઉતારાઓ નથી ગમતાં.


અમુલ્ય આ ઝિંદગીની અવદશા છે કેવી?,

ફૂલોને પણ કાંટાના પનારાઓ નથી ગમતાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama