રંગમંચ
રંગમંચ
છે અજબ છે ગજબ
મંચ જો ને આ રંગીન,
કદી હોય ઝાકમઝોળ ને
કદી હોય બધું ડામાડોળ,
કદી ઊડે હાસ્યની છોળ
ને કદી તો રોકકળ,
હોય એક જ ચહેરો
ને લાગે બહુરૂપિયો,
દેખાય માત્ર એક ચહેરો ને અંદર તો ચહેરા પાછળ ચહેરો,
છે આ એ જ રંગમંચ
નવરસથી ભરપૂર,
ભજવાઈ રહેલી આ જિંદગાની
જેના સૂત્રધાર પણ અજબ ગજબ,
બસ વગર ડાયલોગ વગર વિષય
આપી દે કિરદાર અલગ અલગ,
છે અજબ છે ગજબ
મંચ જો ને આ રંગીન.