તારું હોવું
તારું હોવું
તારું હોવું એ જ તો છે નિશાની
મારા ચાલતા શ્વાચ્છોશ્વાસની,
શું છે મહત્વ તમારું
એ જો આંકવું જ હોય તો થોડી તો થોડી પરીક્ષા જ કરી લ્યો,
સફળ ના થાઉં એ પણ કેમ બને ?
તું કહે ને હું ના કરું એ પણ કેમ બને ?
કહ્યું કરવું એ તો ફિતરત મારી
તું ને તું જ તો છે સતત આસપાસ,
અસ્તિત્વ મારું એટલે જ વીંટળાય છે,
આગોશ માં હું કે
આગોશ માં તું,
ના કઈ ચર્ચા વધુ
હું કે તું ફેર શું પડે,
મારું તો નર્યું જીવન જ
તું, તું ને તું,
એટલે જ તો
કહું છું ફરી એ જ વાત,
તારું હોવું એ જ તો છે નિશાની
મારા ચાલતા શ્વાચ્છોશ્વાની.