STORYMIRROR

Hemaxi Buch

Romance Fantasy

3  

Hemaxi Buch

Romance Fantasy

પ્રસ્તાવ

પ્રસ્તાવ

1 min
263

ધબકતાં હૃદયનો ધબકાર તને સમર્પિત

મારી હૂંફાળી લાગણીની હુંફ તને સમર્પિત,


અરે કરે જો સ્વીકાર તું ફક્ત આંખોથી એ 

તો કરી દઉં આખી મારી જાત તને સમર્પિત,


તન અને મન મૂક્યું આ લે તને ચરણોમાં

અસ્તિત્વ આખુંય સોંપી દીધું નમાવી શીશ,


સંપૂર્ણ સમર્પિત તને મોકલું એક પ્રસ્તાવ

કરી લે એને તું પણ સ્વીકાર,

શાને વિચારે છે આટલું તું નાહક,

ખોળિયા ભલે બે હોય પણ આત્મા તો એક છે ને,


ના તું અજાણ ના હું અજાણ 

મનથી તો બેય સમર્પિત જ 

તો શાને ખચકાય સ્વીકારથી

લે ચાલ મૂકી શરમ ને લાજ ને મૂક્યો ચાલ પ્રસ્તાવ તારા ચરણે,


સર્વસ્વ મૂક્યું આજ આંખ મીચી

પ્રસ્તાવ બસ એટલો જ

થોડો જ હક થોડી જ જગ્યા 

આપી દે શામેલ થવા તારી દુનિયામાં,


બોલ હવે તો બોલ 

છે મંજૂર આ પ્રસ્તાવ તને ?

કર કબૂલ પ્રસ્તાવ ને થઈ જા પૂર્ણ સમર્પિત.


Rate this content
Log in

Similar gujarati poem from Romance