STORYMIRROR

Hemaxi Buch

Others

4  

Hemaxi Buch

Others

હું ને મારું એકાંત

હું ને મારું એકાંત

1 min
238

હું ને મારું એકાંત

જ્યારે એકલાં પડીએ

ત્યારે ખૂબ વાતો કરીએ


ક્યારેક ખુદની તો ક્યારેક ખુદાની

ક્યારેક મારી તો ક્યારેક તમારી

ક્યારેક બની ગયેલા બનાવની

તો ક્યારેક અણબનાવની


ક્યારેક મહેફિલમાં એકાંતની

તો ક્યારેક એકાંતમા મહેફિલની 

ક્યારેક ચહેકતી સવારની

તો ક્યારેક મહેકતી સાંજની


હું હસું તો હસે ને  હું રડું તો રડે

અજબ ગજબનો સંબંધ છે અમારો

મિત્ર કહો સાથી કહો જે કહો એ

ન કદી એ રૂઠે ન કદી દૂર થાય

સતત પાસે ને પાસે

જાણે બધું જ સમજે  


હું જો હોઉં ઉદાસ તો આવે હળવેથી પાસ

ક્યારેક સમજાવે ક્યારેક સહલાવે

ક્યારેક વ્હાલ કરે ક્યારેક ખીજાયે

ખરું છે ને એકાંત મારું આ


ન કોઈની વાતો મા આવે

ને ન ક્યારેય વિશ્વાસઘાત કરે

વ્હાલું છે મને આ મારું એકાંત

હું ને મારું એકાંત

જ્યારે એકલા પડીએ વાતો કરીએ


Rate this content
Log in