બચપણ
બચપણ
1 min
223
બચપણ મારું પૂછે મને
એક સવાલ એક સવાલ
કેવી લાગે આ તારી
મા તને મા તને,
મેં કહ્યું સાંભળ બચપણ
એક જવાબ એક જવાબ
આવ્યો હું જ્યારથી રાખે મારી દેખભાળ દેખભાળ,
વ્હાલની તો વહેતી રહેતી
સરવાણી સરવાણી
ક્યારેય મીઠી તો ક્યારેક કડવી
લાગતી મારી માવડી માવડી,
ક્ષણ ભર જો દૂર થાઉં તો રાહ જોતી આંખડી એની આંખડી,
મારા માટે જાત ને ભૂલતી
મારી મા મારી મા
છે સૌ કોઈ પ્યારા મને
પણ સૌથી વ્હાલી મારી મા મારી મા
બચપણ મારું પૂછે મને
એક સવાલ એક સવાલ.
