STORYMIRROR

Hemaxi Buch

Drama Romance Tragedy

4  

Hemaxi Buch

Drama Romance Tragedy

પ્રણાલી

પ્રણાલી

1 min
226

આ તે કેવી છે 

અજબ પ્રણાલી તારી

જોવાનું પણ ખરું ને

આંખ ખોલવાની પણ નહીં,


બોલવાનું ખરું પણ

સંભળાવું જોઈએ નહીં

પ્રેમ તો પારાવાર કરવાનો

પણ કહેવાનું નહીં,


વળગીને રહેવાનું કબૂલ

પણ સ્પર્શવાનું જરાયે નહીં

સતત હોય પાસે હૃદયથી

ને છતાં દૂર નજરથી,


એકાંતમાં હોય છલોછલ 

ને મહેફિલમાં સાવ જ ચૂપ

આ તે કેવી છે 

અજબ પ્રણાલી તારી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama