Urmila Patel

Drama

3.0  

Urmila Patel

Drama

સમય

સમય

1 min
532


મુઠ્ઠીની રેત સમ સરતાં સમયની વાત કરવી છે;

પ્રહર, પલ, યુગ થઈ ફરતાં સમયની વાત કરવી છે.


સમય ચોપાટ કાળે પાથરી ને માનવી પ્યાદા;

ક્ષણોનેે દ્વિજ થઈ ચરતાં સમયની વાત કરવી છે.


ભરી યાદો પિટારે કેડમાં કૂંચી લઈ ફરતો;

કશુંક ખંખેરો ત્યાં ખરતાં સમયની વાત કરવી છે.


કદિ કો' કાળ કોટડીએ લઈ અંધાર એ જન્મે;

નયનથી અશ્રુ થઈ ઝરતાં સમયની વાત કરવી છે.


ભીડી લ્યે બાથ હો સામે ધુરંધર હો ભલે બળિયો;

કદિ શમણાંથી પણ ડરતાં સમયની વાત કરવી છે.


કદિ ડૂબે વળી ખાબોચિયે જઈ નીર હો થોડાં;

વમળમાં મોજથી તરતાં સમયની વાત કરવી છે.


થઈને એ ફરેબી ભીખમાં લઈ લ્યે કવચ-કુંડળ;

ને પહેરો પ્રેમથી ભરતાં સમયની વાત કરવી છે.


ભૂખે તરસે એ સુવાડે કોઈને બાણશૈયા પર;

મુઠ્ઠી તાંદુલની ધરતાં સમયની વાત કરવી છે.


લૂંટાતી લાજ હો ત્યાં વસ્ત્રવાયુ થઈને વીંટાતો;

કોઈનાં ચીરને હરતાં સમયની વાત કરવી છે.



Rate this content
Log in

Similar gujarati poem from Drama