STORYMIRROR

Urmila Patel

Classics

4  

Urmila Patel

Classics

દેશ

દેશ

1 min
201

મલક ઊગ્યાં ને કૈંક આથમ્યા લઈને મારગ ખોટો,

અખંડ આર્યધરાનો મારો દેશ ગુરૂવર મોટો;


ગંગા, યમુના, સરસ્વતી-સી પાવન નદીઓ વહેતી,

કૃષ્ણમુખેથી પ્રગટી ગીતા કર્મ સંદેશો કહેતી,

દરિયો દેવ થઈ પૂજાતો ગંગાજળનો લોટો..

અખંડ આર્યધરાનો મારો દેશ ગુરૂવર મોટો;


શૂન્ય દીધી સોગાત જગતને હિસાબ સહેલા કીધાં,

ધન્વન્તરિએ આ ધરતીને યોગ ઔષધિ દીધાં,

સિંચાતો મા નાં ગર્ભે એ બાળ કરે હાકોટો...

અખંડ આર્યધરાનો મારો દેશ ગુરૂવર મોટો;


અમીકુંભનાં છાંટા વરસે ત્રિવેણી સંગમ પર,

મેળે દિગંબરોનો સુણું નાદ રૂપાળો હર હર,

હરિ હજારો હાથ ધરે જ્યાં સાદ કરે કોઈ ખોટો...

અખંડ આર્યધરાનો મારો દેશ ગુરૂવર મોટો..


શાંતિદૂત-સો ગાંધી મારો વિશ્વ વંદતું જેને,

નીતિ નાથવા રંગભેદની જ્યોત જગાવી એને,

લોખંડીની મહાન મૂરત જ્ઞાન તણો ગલગોટો...

અખંડ આર્યધરાનો મારો દેશ ગુરૂવર મોટો...


મઠ માંહેથી શંકર જાગે વેદ વિચારો લઈને,

મહાવીર ને બુદ્ધ બિરાજે જ્યાં નવકારો દઈને,

હિમગિરીનાં હેત તણો ના ક્યાંયે જડતો જોટો..

અખંડ આર્યધરાનો મારો દેશ ગુરૂવર મોટો..


પંચશીલનાં સિદ્ધાંતોની લ્હાણી જગને કીધી,

આર્યવર્તનો અમલ કહીને ઘોળી ઘોળી પીધી,

ભીમ ભરોસે બંધારણનો સૌનાં હૈયે ફોટો...

અખંડ આર્યધરાનો મારો દેશ ગુરૂવર મોટો.


Rate this content
Log in

Similar gujarati poem from Classics