Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

medha antani

Others Inspirational Classics

4  

medha antani

Others Inspirational Classics

અજનબી

અજનબી

3 mins
6.8K



આયખાં સાથે સરેલી વાત લાગે અજનબી

આયના સામે રહેલી જાત લાગે અજનબી


સાત પગલે સાથ સોંપ્યો જે હથેળીને ગ્રહી,

શક્ય છે,આગળ જતાં એ હાથ લાગે અજનબી


આંખથી અંતર સુધી જાંચીને જોયા બાદ પણ

એ ઇસમની રીત ભેદી, ભાત લાગે અજનબી


પંડમાં દીવો કરો તો પીડ પણ પ્રજવાળશે

આગિયાને કાંઇ થોડી રાત લાગે અજનબી?


પીંજરાના વ્યાપમાં પુરવા મથે આકાશને,

એક સૂડાને માણસની નાત લાગે અજનબી


ક્યાંય લગ હસતો રહ્યો એ, રાશિફળને વાંચતાં,

મરજિવાને ડૂબવાની ઘાત લાગે અજનબી


જિંદગી આખી ભલે પોબાર પાસા હો મળ્યા

અંતની બાજીએ મળતી મ્હાત લાગે અજનબી




Rate this content
Log in

More gujarati poem from medha antani