Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Urmila Patel

Others

4  

Urmila Patel

Others

જ્યાં ગુજરાતી હું

જ્યાં ગુજરાતી હું

1 min
23.5K


કૈંક નદીનાં નીર તણો પાવન સંગમ,

વાયુ ભીતર વેદ વાત ચર્ચાતી જ્યાં ગુજરાતી હું;


ઉગમણે ઓરડીયે બેઠી બિરદાળી,

અમીનજરથી પ્રેમપિયલો પાતી જ્યાં ગુજરાતી હું;


મહેરામણની લાલ કસુંબી લહેરો પણ,

ગીત ગુર્જરી વાયુ થઈને ગાતી જ્યાં ગુજરાતી હું;


અન્નકૂટ ઓચ્છવ ને છપ્પન ભોગ વળી,

મહાઆરતી સોમનાથની થાતી જ્યાં ગુજરાતી હું;


વિપ્ર સુદામા સાથે મોહન મદમાતો,

લોખંડીની સિંહ સમી છે છાતી જ્યાં ગુજરાતી હું;


લઈ પ્રતિજ્ઞા બેઠી નર્મદ પાઘડીએ,

ઝવેર કેરી ચારણકન્યા રાતી જ્યાં ગુજરાતી હું;


નમાજ ગુંજે કચ્છડે કાયમ ગેબીને,

તેજ કટારી ત્યાં છે તોરલ તાતી જ્યાં ગુજરાતી હું;


ડણકું દેતાં ડાલામથ્થા ગિરિવરમાં,

આમ્ર મંજરી કેશર થઈ છંટાતી જ્યાં ગુજરાતી હું;


દયાનંદ ને રાજચંદ્ર સા રત્ન અહીં,

ખમીરવંતી ખાંભી પણ પૂજાતી જ્યાં ગુજરાતી હું;


ધારણ કરવો જન્મ અહીં વિરલ ઘટના,

ગર્વ લઈને જે ગુજ્જુ કે'વાતી જ્યાં ગુજરાતી હું.


Rate this content
Log in